USAમાં પણ Coronaની દહેશત, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ આવી ગયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાઈરસનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને રિપોર્ટ મુજબ ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીને મળ્યા બાદથી જ તેમના કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવાની માગણી થઈ રહી હતી. પ્રેસ સેક્રેટરીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે વ્હાઈટ હાઉસના સચિવે કહ્યું હતું કે ટ્રમ્પે ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી. 

USAમાં પણ Coronaની દહેશત, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ આવી ગયો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાઈરસનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને રિપોર્ટ મુજબ ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીને મળ્યા બાદથી જ તેમના કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવાની માગણી થઈ રહી હતી. પ્રેસ સેક્રેટરીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે વ્હાઈટ હાઉસના સચિવે કહ્યું હતું કે ટ્રમ્પે ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી. 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું હતું કે તેમનામાં ફ્લુના કોઈ લક્ષ્ણો નથી પરંતુ આમ છતાં તેઓ વાઈરસનો ટેસ્ટ કરાવી શકે છે. આ બાજુ વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે શુક્રવારે તેમનો ટેસ્ટ થઓ અને આજે બ્રિફિંગ રૂમમાં ઘૂસતા પહેલા ટેમ્પરેચર ચેક કરાયું છે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમનું ટેમ્પરેચર સામાન્ય છે. તેમણે એમ પણ જણાવ્યું કે તપાસ માટે નમૂના લેબમાં મોકલવામાં આવ્યાં છે અને પરિણામ આવતા એક કે બે દિવસ લાગી શકે છે. આ બાજુ વ્હાઈટ હાઉસના ડોક્ટરે ગ્રુપ મીટિંગ અગાઉ પણ ટાસ્ક ફોર્સના સભ્યોના ટેમ્પરેચર ચેક કર્યાં. વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની આસપાસ રહેતા તમામ લોકોના પણ ટેમ્પરેચર ચેક કરાશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અમેરિકામાં કોરોનાથી લગભગ 40 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1300થી વધુ લોકો સંક્રમિત છે. તાજા હાલતને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે. ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે આગામી 30 દિવસ સુધી યુરોપના તમામ પ્રવાસ સસ્પેન્ડ કરવામાં આવે છે જો કે આ પ્રતિબંધ બ્રિટન પર લાગુ નહીં રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news